Message from The Director

 

અમો આવકારીએ છીએ પારડી તથા આજુબાજુના વિસ્તાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને.... 

ધોરણ ૧૨ સાયન્સ પછી કારકિર્દી ઘડતર ની વિવિધ તકો ઉપલબ્ધ છે. જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને વર્ષો થી આકર્ષિત કરતો અભ્યાસક્રમ એટલે બી. એસ.સી. અને તેમાં પણ કેમેસ્ટ્રી એટલે આપદા વલસાડ જીલ્લાની શાન. કારણકે અહી વાપી ખાતે કેમિકલ વિષય સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થી ભૂખે ના મરે. પરંતુ આપદા વિદ્યાર્થીઓને બી.એસ.સી કરવા માટે વલસાડ કે વાપી સુધી જવું પડતું હતું જે હવે પારડી ખાતે 100 વર્ષ જૂની સંસ્થા પારડી એજ્યુકેશન સોસાઈટી દ્વારા ૨૦૧૭ થી  નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ કોલેજ  ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ સાથે સંસ્કાર અને માર્ક્સ ની સાથે વ્યવસાયિક અભિગમ વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી નીવડ્યો છે. 

અહી ધોરણ ૧૨ સાયન્સ ૫૦% સાથે કરીને આવેલા વિદ્યાર્થીઓએ માત્ર એક વર્ષ માં ૮૦% કરતા વધુ પરિણામ લાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઉતરોતર વધી રહી છે. અહી ૭ કલાક ની કોલેજ માં વિદ્યાર્થી ના સર્વાંગી વિકાસ માટે અવિરત પણે કાર્ય કરવામાં આવે છે. આ કોલેજ એ માત્ર કોલેજ ના રહેતા સાચા અર્થમાં વિધાર્થીઓ માટે બીજું ઘર સાબિત થયું છે. 

 

આપ પણ આપના બાળકોને લઈને આવો અને સંસ્થામાં ભણતા વિધાર્થીઓ અને શિક્ષકોની મુલાકાત લઇ આપના સંતાનો ના ભવિષ્ય માટે એક આદર્શ કોલેજની પસંદગી કરી શકો છો.

દીપેશ શાહ 

કેમ્પસ ડાયરેક્ટર